Site icon

સચિન વાઝે માફીનો સાક્ષી બનવા તૈયાર? સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની( EX Home Minister Anil Deshmukh) મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ બરતરફ કરાયેલ પોલીસ અધિકારી(Police officer) સચિન વાઝે(Sachin Vaze) કથિત ભ્રષ્ટાચારના(corruption) કેસમાં જુબાની આપવાની તૈયારી દર્શાવી છે. 

Join Our WhatsApp Community

આ મામલે સચિન વાઝેએ વિશેષ CBI કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઈએ(CBI) તેમની અરજીને શરતી મંજૂરી આપી દીધી છે અને આ મામલે કોર્ટમાં 30 મેના રોજ સુનાવણી થશે. ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને કથિત ભ્રષ્ટાચાર કેસના અન્ય આરોપીઓ વિરોધમાં પોતાની પાસે માહિતી હોવાનો દાવો  સચિન વાઝે દ્વારા કરવામાં આવ્યો છે. સચિન વાઝેની અરજીના કારણે અનિલ દેશમુખની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ માફીનો સાક્ષી બનવા માટે, સચિન વાઝે તમામ જોગવાઈઓ તેમજ કાયદાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવી પડશે. જો સચિન વાઝેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ(Special CBI Court) દ્વારા અરજી સ્વીકારવામાં આવશે તો તેનો જવાબ ફરિયાદી સાક્ષી તરીકે નોંધવામાં આવશે. પુરાવાનો ઉપયોગ અન્ય પ્રતિવાદીઓ સામે પણ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે સચિન વાઝે ટ્રાયલનો સામનો નહીં કરવો પડે.

આ સમાચાર પણ વાંચો : શિવસેના આ દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાનના ઘરમાં ED ની રેડ, ધરપકડની શક્યતા.. જાણો વિગતે

સચિન વાઝે અગાઉ ફેબ્રુઆરીમાં EDને લખેલા પત્રમાં પણ આવી જ વિનંતી કરી હતી. પત્રમાં સચિન વાઝે કહ્યું હતું કે તે મની લોન્ડરિંગ કેસમાં(Money laundering case) આરોપીઓ સામે જુબાની આપવા તૈયાર છે. હવે આ જ કેસમાં સચિન વાઝેના  વકીલ દ્વારા કલમ 306 હેઠળ માફી માટે અરજી કરવામાં આવી છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Businessman Mukesh Ambani) ના ઘરની બહાર જિલેટીન લાકડીઓ(Gelatin stick) અને ધમકીભર્યા પત્રો સાથે સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનના(Mansukh Hiren) આકસ્મિક મૃત્યુના સંબંધમાં મુંબઈ પોલીસના(Mumbai Police) આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર(Assistant Police Inspector)  સચિન વાઝે, તેમના સાથીદાર રિયાઝ કાઝી(Riaz Kazi) અને પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ માનેની ધરપકડ કરવામાં આવી હતી. 

બીજી તરફ EDએ સચિન વાઝે, અનિલ દેશમુખ અને અન્યો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ 4 એપ્રિલે સચિન વાઝે, અનિલ દેશમુખ અને અન્ય બે લોકોની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સચિન વાઝે કહ્યું હતું કે તેણે અનિલ દેશમુખના આદેશ મુજબ મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા ભેગા કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version