ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

પંજાબ(Punjab)માં મોટી કાર્યવાહી કરતા ભગવંત માન સરકારે(AAP govt) કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સાધુ સિંહ ધરમસોત(Sadhu Singh Dharamsot)ની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. 

પૂર્વ મંત્રીની પંજાબના અમલોહમાંથી વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તેમના પર પંજાબ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા વૃક્ષો કાપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. 

તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં વન અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

જોકે કેપ્ટન અમરિંદર સિંહે ખુરશી ગુમાવતા ધરમસોતને પણ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભગવંત માન(Punjab CM Bhagwat Mann)ની આગેવાની હેઠળની AAP સરકારે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં તેમના આરોગ્ય પ્રધાન ડૉ. વિજય સિંગલાને હટાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કેદારનાથમાં આવી બેદરકારી- ભીડની વચ્ચે બેકાબૂ હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ- શ્રદ્ધાળુઓમાં મચી અફરા-તફરી- જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More