Site icon News Continuous Bureau | Mumbai

જયલલિતાના મૃત્યુ અંગે ચોંકાવનારો અહેવાલ- પૂર્વ મુખ્યમંત્રીના આ ખાસ વ્યક્તિ પર ચીંધાઇ આંગળી 

News Continuous Bureau | Mumbai

 તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister of Tamil Nadu) અને અભિનેત્રી જે. જયલલિતાનું(Actress J. Jayalalithaa) 2016માં અવસાન થયું હતું. 5 ડિસેમ્બર 2016માં તેમણે અંતિમ શ્વાસ લીધા. જે બાદ હવે આ કેસમાં ભૂતપૂર્વ ન્યાયાધીશે(former judge) લાંબી રિપોર્ટમાં તારણ કાઢ્યું છે કે, આ ઘટનાની તપાસ થવી જોઈએ. 

Join Our WhatsApp Channel

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને AIADMK નેતા જે. જયલલિતાના મૃત્યુની તપાસ માટે અરુમુગાસ્વામી તપાસ સમિતિની (Arumugaswamy Inquiry Committee) રચના કરવામાં આવી હતી. જયલલિતાના મૃત્યુ અંગે અરુમુગાસામી તપાસ સમિતિનો અહેવાલ તમિલનાડુ વિધાનસભામાં(Tamil Nadu Legislative Assembly) રજૂ કરવામાં આવ્યો છે.

જયલલિતાના મૃત્યુની તપાસ કરનાર જસ્ટિસ એ અરુમુગાસામી કમિશને તેની અંતિમ ટીપ્પણીમાં જણાવ્યું હતું કે દિવંગત મુખ્યમંત્રીના વિશ્વાસુ વીકે શશિકલાની(vk sasikala) સામે તપાસનો આદેશ આપવો જોઈએ. શશિકલાની સાથે અન્ય લોકોના નામ લઈને પંચે ઘણા ખુલાસા કર્યા છે.

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ- આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના આ વ્યક્તિના હાથમાં આવ્યું સુકાન

આ રિપોર્ટમાં તપાસકર્તાઓએ જયલલિતાના સહયોગી વીકે શશિકલા, જયલલિતાના ડૉક્ટર કેએસ શિવકુમાર, તત્કાલીન સ્વાસ્થ્ય સચિવ જે રાધાકૃષ્ણન અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સી વિજયભાસ્કરને દોષિત જાહેર કર્યા છે. તપાસ સમિતિએ આ મામલે તપાસ કરાવવાની ભલામણ કરી છે.

અરુમુગાસામી તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ જે. જયલલિતાના મૃત્યુનો સમય હોસ્પિટલ દ્વારા 5 ડિસેમ્બર 2016ના રોજ સવારે 11:30 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ પુરાવાના આધારે તે 4 ડિસેમ્બર 2016ના રોજ બપોરે 3:00 વાગ્યાથી 3:50 વાગ્યા સુધીનો હતો.

અગાઉ ઓગસ્ટ 2022માં જે. જયલલિતાના મૃત્યુની તપાસ માટે નિમાયેલા નિવૃત્ત જસ્ટિસ અરુમુગાસામીએ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને(Chief Minister MK Stalin) પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ. પનીરસેલ્વમે સીએમ સ્ટાલિનને જયલલિતાના મૃત્યુની તપાસ કરવા વિનંતી કરી હતી. જે બાદ અરુમુગાસામી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો આ નિયમ- તોડવા પર થઈ શકે છે જેલ

પનીરસેલ્વમના નેતૃત્વમાં જયલલિતાની પાર્ટી AIADMKના કેટલાય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જયલલિતા અને તેમના પરિવારના સભ્યોના પડછાયા એવા તેમના સહયોગી શશિકલાએ આ મામલે ઘણું છુપાવ્યું હતું. પરંતુ હજુ પણ આ આરોપો અંગે કોઈ સત્ય બહાર આવ્યું નથી.

 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version