ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુલાઈ 2020
કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે યુનિવર્સિટીઓની પરીક્ષા રદ કરી દીધી છે. આગામી સેમેસ્ટરમાં તમામ વિદ્યાર્થીઓને બઢતી આપી આગળના વર્ષમાં બેસવા દેવાશે.
આની જાહેરાત કરતા દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું કે, 'તમામ યુનિવર્સિટીઓને અંતિમ પરીક્ષા રદ કરી, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સ્કેલ તૈયાર કરીને જલદી ડિગ્રી આપવાનું કહેવામાં આવ્યું છે. કોરોનાને કારણે, પરીક્ષાઓ આપવી અને ડિગ્રી ન આપવી તે અન્યાયકારક રહેશે. આથી જ રાજ્યની યુનિવર્સિટીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ભારતમાં કોરોનાથી પ્રભાવિત રાજ્યોની યાદીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં 109,140 ચેપના કેસો નોંધાયા છે. જેમાંથી 3,300 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં દિલ્હીમાં 21,146 ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે જ સમયે, 84,694 ચેપગ્રસ્ત લોકોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. જ્યારે દેશના મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીની ગણના એવા રાજ્યોમાં થાય છે. જ્યાં કોરોના ચેપ કેસો 1 લાખને પાર કરી ગયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com