Site icon News Continuous Bureau | Mumbai

દારૂ કૌભાંડ મામલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા બાદ CM અરવિંદ કેજરીવાલને CBI નું તેડું, આ તારીખે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ..

અરવિંદ કેજરીવાલને કથિત દિલ્હી લિકર કૌભાંડના સંબંધમાં રવિવારે (16 એપ્રિલ) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

Excise policy case: Probe reaches Delhi CM, CBI summons him for questioning

Excise policy case: Probe reaches Delhi CM, CBI summons him for questioning

News Continuous Bureau | Mumbai

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અરવિંદ કેજરીવાલને કથિત દિલ્હી લિકર કૌભાંડના સંબંધમાં રવિવારે (16 એપ્રિલ) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)એ તેના પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, તપાસ એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે. સીબીઆઈનું કહેવું છે કે પુરાવાના આધારે જ સમન્સ જારી કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

સીબીઆઈ  ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની પહેલા જ કરી ચુકી છે ધરપકડ 

ઉલ્લેખનીય છે કે, નવી શરાબ નીતિ મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની પહેલા જ ધરપકડ કરી ચુકી છે. તેમને સીબીઆઈએ 26 ફેબ્રુઆરી ધરપકડ કરી હતી. તેને લઈને આમ આદમી પાર્ટી સતત પ્રહારો કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં નવા રહસ્યો જાણવા માટે સીબીઆઈએ કેજરીવાલને બોલાવ્યા છે.  

  આ સમાચાર પણ વાંચો : જાપાનના પીએમ ફુમિયો કિશિદાના ભાષણ દરમિયાન વિસ્ફોટ, સ્મોક બોમ્બથી કરાયો હુમલો.. જુઓ વિડીયો

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version