ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં મતદાન પતી જતા હવે એક્ઝિટ પોલ ના પરિણામો સામે આવ્યાં છે. અલગ-અલગ સમાચાર સંસ્થાઓ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે કે કયા રાજ્યમાં કોણ જીતી શકે છે.
પશ્ચિમ બંગાળ –
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ત્રણમાં કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. ટાઇમ્સ નાઉ અને એબીપી દ્વારા થયેલા એક્ઝિટ પોલમાં એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નહીં જીતી શકે. મમતા બેનર્જી જીતની હેટ્રીક મારશે. બીજી તરફ રિપબ્લિક ટીવી અને ઇન્ડિયા ટુડે નું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે.
આસામ –
તમામ ન્યૂઝ સંસ્થાઓ દ્વારા થયેલા એક્ઝિટ પોલ મુજબ આસામમાં ભાજપ જીતશે.
તમિલનાડુ –
તમામ વૃત્ત સંસ્થાઓ દ્વારા થયેલા એક્ઝિટ પોલમાં જાણવા મળ્યું છે કે તમિલનાડુમાં ડીએમકે પાર્ટી ચૂંટણી જીતશે.
કેરળ –
તમામ વૃત્ત સંસ્થાઓ દ્વારા થયેલા એક્ઝિટ પોલમાં જાણવા મળ્યું છે કે કેરળમાં ડાબેરીઓની સત્તા રહેશે
પુડુચેરી –
ABP ન્યુઝ દ્વારા પુડુચેરીમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાણકારી મળી છે કે પુડુચેરીમાં ભાજપની સત્તા રહેશે.