Express Train: 1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર

Express Train: અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

by Hiral Meria
Express Train Change in Terminus Station of Ashram Express Train from 1 February 2024

News Continuous Bureau | Mumbai 

Express Train:  રેલવે પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું ( Ashram Express Train ) સંચાલન (આગમન-પ્રસ્થાન) અમદાવાદ ( Ahmedabad ) સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :  

  • ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતીથી ( Sabarmati ) 19:40 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 12916 દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનું 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 કલાકે થશે અને ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને ટ્રેન અમદાવાદ સ્ટેશન પર જશે નહીં. 

આ સમાચાર પણ વાંચો : Bihar Politics: ‘નિયતમાં ખોટ… આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કરેલી આ ત્રણ ટ્વિટ્સે વધાર્યું રાજકીય તાપમાન, પછી કરી દીધા ડીલીટ..

યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More