ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ચક્રવાતી વાવાઝોડું ગુલાબને કારણે ખાસ કરીને મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
આ દરમિયાન હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, થાણે, રત્નાગીરી, પુણે, સતારા, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર જેવા અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સિવાય મહારાષ્ટ્રના 5 જિલ્લાઓ – પાલઘર, નાસિક, જલગાંવ, ઓરંગાબાદ અને જાલના માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે 12 જિલ્લાઓમાં બુલઢાણા, અકોલા, અમરાવતી, વાશિમ, યવતમાલ, વર્ધા, નાગપુર, ચંદ્રપુર, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
