News Continuous Bureau | Mumbai
Factory Blast: મધ્યપ્રદેશના હરદામાં ( Harda ) એક ફટાકડાની ફેક્ટરીમાં ( firecracker factory ) અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 7 લોકોના મોતના અહેવાલ છે. જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટથી આખું શહેર હચમચી ગયું છે. વિસ્ફોટ બાદ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ( fire ) ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારના લગભગ 50 ઘર આગની લપેટમાં આવી ગયા છે. તે જ સમયે, લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીંતહી દોડવા માંડ્યા હતા. હાલ 20થી વધુ ઘાયલોને હરદા જિલ્લા ( Madhya Pradesh ) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના બંબા પણ હરદા જવા રવાના થયા છે.
Very sad incident in Harda, Madhya Pradesh..
Fire caused by explosion in firecracker factory, Many workers injured.
My Condolences to the family🙏pic.twitter.com/A3XkJuND8z
— ᎠeeթtᎥ 🇮🇳 (@SaffronJivi) February 6, 2024
મળતી માહિતી મુજબ, મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ( illegal factory ) સવારે વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ સુધી ફેલાયા હતો. માહિતી મળ્યા બાદ વહીવટી કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે….
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ, ડીજી હોમગાર્ડને હરદા જવા સૂચના આપી છે. તે જ સમયે, ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો, ભોપાલમાં એઈમ્સ અને બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Twin Tunnel : હવે બોરીવલીથી થાણે 20 મિનિટમાં પહોંચી શકાશે, પીએમ મોદીના હસ્તે આ તારીખે થઈ શકે છે ટ્વીન ટનલનો શિલાન્યાસ- અહેવાલ..
આ સિવાય ઈન્દોર અને ભોપાલથી ફાયર બ્રિગેડના બંબાઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે અને રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
નર્મદાપુરમાંથી અનેક ફાયર બિગ્રેડના બંબાઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યાં છે. હરદા ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈને નર્મદાપુરમથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ હરદા મોકલવામાં આવી રહી છે.. સત્તાવાર માહિતી અનુસાર, નર્મદાપુરમથી 6 ફાયર બ્રિગેડના બંબા અને 4 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને સ્ટાફ સાથે હરદા માટે રવાના થઈ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)