ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુન 2020
રાજ્યમાં મહારાષ્ટ્ર વિકાસ આગાદીની સરકાર સત્તામાં આવ્યાને છ મહિના વીતી ગયા હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસ સાથે અજિત પવારની શપથવિધિ હજુ લોકો તો શું નેતા લોકો પણ ભૂલ્યા નથી..
વિધાનસભાના અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક મુલાકાતમાં કહ્યું હતું કે "અજીત પવારે મારી સાથે શપથ લીધા હતા તેમાં NCP મુખીયા ની પણ સંપૂર્ણ હા હતી. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ્યારે શિવસેનાએ સાથે આવવાની ના કહી ત્યારે એનસીપી તરફથી સરકાર બનાવ માટે પહેલ થયી હતી અને જે બાબતે બે બે વાર ગુપ્ત બેઠકો પણ થયી હતી. ત્યારબાદ જ અજીતપવારે મારી સાથે રાજભવનમાં શપથ લીધા હતા". દેવેન્દ્ર ફડાણવીસ ના આ ખુલાસાથી ફરી જૂની ઘટના તાજી થઈ છે.
પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ પત્રકારને ઇનસાઇડર આપેલા ઇન્ટરવ્યુમાં બાદ ફરીવાર મહારાષ્ટ્ર ના રાજકારણમાં ભારે હોબાળો મચાવ્યો છે. જોજે ફડણવીસે આ મુલાકાતમાં એ પણ કહ્યું કે કાકા શરદ પાવર સાથે શિવસેના, કૉંગ્રેસ સાથે હાથ મેળવ્યા બાદ અજીત પવારે તેમના ફોન લેવાનું ટાળ્યું હતું.
તેમને એમ પણ કહ્યું કે "જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં હોત તો ભાજપ અને એનસીપીની સરકારો 100 ટકા ટકી હોત".
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com