Site icon

 ૨૫ કરોડથી વધુની કિમતની નકલી નોટો એમ્બ્યુલન્સમાંથી ઝડપાઈ – કેહવાયું વેબ સીરીઝના શુટિંગ માટે લઈ જવાય છે

 News Continuous Bureau | Mumbai

સુરતના(Surat) કામરેજમાંથી ૨૫.૮૦ કરોડની કાગળની નકલી ચલણી નોટનો જથ્થો(fake paper currency notes) પોલીસે ઝડપી પાડ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટ(Fake currency note) ઝડપાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે, તપાસ દરમિયાન ફિલ્મના શુટીંગ(Film shooting) માટે આ નકલી નોટનો જથ્થો ભાવનગરથી(Bhavnagar) મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે જાણવા જોગ ફરિયાદ નોંધી આરબીઆઇ(RBI) પાસેથી સલાહ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે કામરેજમાંથી રૂપિયા ૨૫.૮૦ કરોડની નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉભા થયા હતા. કામરેજના(Kamrej) નવી પારડી ખાતે આવેલી રાજ હોટલ(Raj Hotel) પાસે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી(Daughter Education and Charitable Trust from the ambulance) નકલી નોટો ઝડપાઇ હતી. એમ્બ્યુલન્સમાં બે હજારની નકલી નોટો ભાવનગરથી લાવવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આરબીઆઈના અધિકારીઓનો(RBI officials) સંપર્ક કર્યો છે અને વિગતો માંગી છે આ મામલે કોઈ કાર્યવાહી થઈ શકે છે કે કેમ? નકલી નોટો પર RBIની જગ્યાએ ભારતીય રિસિવ બેંક લખવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, આ નકલી ચલણી નોટો ફિલ્મની શૂટિંગ માટે ભાવનગરથી(Bhavnagar) લાવવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  યુપીના પૂર્વ સીએમ મુલાયમની લથડી તબિયત- હોસ્પિટલમાં કરાયા દાખલ- જાણો શું થયું છે તેમને 

Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Exit mobile version