News Continuous Bureau | Mumbai
Fakir Chand: ભારત એક એવો દેશ છે જ્યાં તમને એવા લોકો મળશે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. અહી જે વ્યક્તિ દેખાવમાં નાનો હોય કે ગરીબ હોય તે દિલનો અમીર હોય છે. જો તમે દિલ્હીના ચાંદની ચોક ગયા હોવ તો તમે ત્યાં નાની-નાની દુકાનો જોઈ જ હશે. એ દુકાનો જોયા પછી તમને વિચાર આવ્યો જ હશે કે એક મહિનામાં કેટલી કમાણી થઈ શકતી હશે.
આ દાનવીરે મહાદાની રતન ટાટાને પણ છોડી દીધા પાછળ
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમની એક દિવસની કમાણી એટલી જ છે જેટલી એક સારા સોફ્ટવેર એન્જિનિયર એક મહિનામાં કમાય છે. એવી જ રીતે, જે લોકોને તમે ભારતમાં રસ્તાઓ પર સફાઈ કરતા જોશો અથવા ભંગારના વેપારીઓને બૂમો પાડતા જોશો, તેઓ એક દિવસની એટલી કમાણી કરે છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી. આજે અમે તમને એવા જ એક ભંગારના વેપારીની કહાણી જણાવીશું જે અંબાણી અને અદાણી કરતાં પણ વધુ દાન કરે છે, મહાદાની રતન ટાટાને પણ પાછળ છોડી દે છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ! ઓસ્ટ્રેલિયાએ 18 સભ્યોની ટીમની કરી જાહેરાત, જુઓ કોણ છે ટીમમાં?
આ ભંગારના વેપારી છે કોણ?
અમે જે ભંગારના વેપારી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ફકીરચંદ. ફકીરચંદ હરિયાણાના કૈથલના અર્જુન નગરનો રહેવાસી છે. તેમની ઉંમર હવે લગભગ 54 વર્ષની છે. મીડિયાને જણાવતા ફકીર ચંદે કહ્યું કે તેના પાંચ ભાઈ-બહેન હતા, પરંતુ હવે તે એકલા પડી ગયા છે. લગ્ન અને બાળકોની બાબતમાં તે કહે છે કે તેના પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈના લગ્ન થયા નથી. તેમનું કહેવું છે કે તેઓ 25 વર્ષથી વધુ સમયથી ભંગારનું કામ કરે છે.
તમે કેટલું દાન કરો છો?
અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે ભારતના મોટા ઉદ્યોગપતિ રતન ટાટા તેમની કમાણીનો 60 ટકા દાન કરે છે. સાથે જ અંબાણી અને અદાણી પણ દર વર્ષે તેમની કમાણીનો અમુક હિસ્સો દાનમાં આપે છે. પરંતુ વ્યવસાયે ભંગાર અને નામથી ફકીર ચંદ પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો દાન કરે છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ, તેણે અત્યાર સુધીમાં 35 લાખથી વધુનું દાન કર્યું છે. બીજી તરફ,અન્ય એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ, ફકીર ચંદ દાનની સાથે ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવે છે. તેણે અત્યાર સુધીમાં પાંચથી વધુ છોકરીઓના લગ્ન કરાવ્યા છે.