ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
24 કલાક પહેલા સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થયા હતા કે લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વાયરલ થતા અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. ત્યારબાદ આ સમાચાર ફેલાવનાર શશી થરૂરે ખોટા સમાચાર બદલ માફી માંગી હતી. પરંતુ સુમિત્રા મહાજને આ સંદર્ભે કંઈક અલગ જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિના મૃત્યુના સમાચાર ફેલાઈ જાય છે અને વ્યક્તિ જીવિત હોય તો તે વ્યક્તિનું આયુષ્ય લાંબુ થાય છે. હવે આ સમાચાર પણ વાયરલ કરવા જોઈએ. આમ સુમિત્રા મહાજને આખી વાત પડદો પાડી દીધો.
શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…