ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર એ કૃષિ કાયદો લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવવામાં આવશે.
ભદોહી પહોંચેલા કલરાજ મિશ્રએ કહ્યું કે, આ કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં બનાવાયા હતા, પરંતુ સરકાર ખેડૂતોને સમજાવી શકી નહીં.
આ ઉપરાંત તેમણે કૃષિ કાયદાઓને રદ કરવાની વડાપ્રધાન મોદીની જાહેરાતને સકારાત્મક દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.