Site icon

Farmer Smartphone : ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય…

Farmer Smartphone : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

Farmer Smartphone Gujarat is the first state in the country to provide assistance to farmers on the purchase of smartphones...

Farmer Smartphone Gujarat is the first state in the country to provide assistance to farmers on the purchase of smartphones...

News Continuous Bureau | Mumbai

Farmer Smartphone : 

Join Our WhatsApp Community

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય…

છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ

વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

ગુજરતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત સરકારનું કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય અપાઈ

તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલ પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેકટાઇસીસ પણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version