મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોની એક વર્ષમાં જ આવક આઠથી દસ ગણી થઈ ગઈ. જાણો કેવી રીતે?

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra) અને મધ્ય પ્રદેશના(Madhya pradesh) ખેડૂતોની આવક(farmers earning) એક વર્ષમાં હજારોમાંથી લાખો રૂપિયામાં થઈ ગઈ છે અને આ કમાલ થયો છે મોટા પ્રમાણમાં કેળાની ખેતી કરીને.

ખેડૂતોની આવક કેમ વધારવી તે પણ પાકમાં ફેરફાર કરીને કેવી રીતે ખેતી કરવી તેના પર ખેડૂતોને મદદ કરતી બિન સામાજિક સંસ્થા ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ (Social organization Global Development Trust)ના મયંક ગાંધીએ ન્યુઝ કન્ટીન્યુઝને(News Continuous Bureau) જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતો પહેલા પ્રતિ એકરે માંડ 15થી 20 હજારની આવક રળતા હતા. તે હવે કેળાને પાકને(Banana crop) કારણે પ્રતિ એકરે બેથી અઢી લાખ રૂપિયા સુધીની આવક રળી રહ્યા છે.

મયંક ગાંધીએ જણાવ્યું હતું કે  ગયા વર્ષે પહેલી વખત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 3000થી વધુ એકર જમીનમાં ખેડૂતોએ 53 લાખ કેળાના પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં થોડો ડર હતો કે પાક બરોબર થશે કે નહીં?  બનાના પ્લાન્ટના(Banana plant) એકદમ શ્રેષ્ઠ ગુણવત્તા ના ટીસ્યુ કલ્ચર ખેડૂતોને વાવેતર કરવા આવ્યા હતા. એગ્રીકલ્ચર ક્ષેત્રના નિષ્ણાતોએ ખેડૂતોને પાક કઈ રીતે લેવો તે બાબતે ટ્રેનિંગ પણ આપી હતી.

છેવટે વર્ષ બાદ ખેડૂતોના તેમના મહેનતનું ફળ મળ્યું છે. આ વખતે  કેળાના પાકનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને હજારોમાં કમાણી કરનારા ખેડૂતો હવે લાખો રૂપિયા કેળાના પાકથી કમાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ખાડકોડ ગામના ખેડૂતે આ વર્ષે પહેલી વખત કેળાનો પાક લીધો છે. તેને જૂન 2021 માં 3.5 એકરમાં 6,000 કેળાના રોપા નું વાવેતર કર્યું હતું

આ સમાચાર પણ વાંચો :   મહારાષ્ટ્રમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ? માસ્ક ફરજિયાત પહેરવાને લઈને મુખ્યપ્રધાને શું કહ્યું? જાણો વિગતે.

 આ વર્ષે 70 લાખ પ્લાન્ટેશન કરવાની યોજના છે. 10 મહિનામાં એટલે કે 14 એપ્રિલ,2022માં તેને  450 છોડવામાંથી 11,200 કિલોગ્રામ જેટલા કેળાનો પાક મળ્યો છે. બજારમાં તેને પ્રતિ કિલોએ 11 રૂપિયા મળી રહ્યા છે એટલે કે તેને 1.23 લાખ રૂપિયાની આવક કેળાના પાક થી થઈ છે. અગાઉ આ ખેડૂતો કાપૂસ, ચોખા, સોયા અને હલકી ગુણવત્તાના કેળાનો પાક લેતા હતા. તેમાંથી પ્રતિ એકરે તેઓ માંડ 10,000થી 40,000 રૂપિયાની આવક રળતા હતા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More