News Continuous Bureau | Mumbai
Organic farming: ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઇ રહ્યું છે. અને તે માટે ખેતીવાડીની વિવિધ યોજનાઓને ( farming schemes ) આધારે ખેડૂતોને સહાય પણ આપવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રકૃતિ ખેતી એટલે શું, તેના ફાયદા અને મુખ્ય ધ્યેયો વિષે વિસ્તૃતમાં સમજીએ.
Organic farming: પ્રાકૃતિક ખેતી એટલે શું?
કૃત્રિમ ખાતર, કૃત્રિમ જંતુનાશકો, બાહ્ય સામગ્રી કે સંસાધન વિના જીવ, જમીન, પાણી અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર કુદરતી સાધન સામગ્રી વડે ન્યૂનતમ ખર્ચ, વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવતા સાથે થતી ખેતી એટલે ‘પ્રાકૃતિક ખેતી’. જેમાં માત્ર એક દેશી ગાય થકી ૩૦ એકર(૭૫ વીઘા)માં ખેતી થઈ શકે છે.
Organic farming: પ્રાકૃતિક ખેતી શા માટે?
લાંબા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક ખેતીથી ( chemical farming ) આજે ખેડૂતોની જમીન, પાણી, પર્યાવરણ, પાકો, બિયારણો વિગેરે દૂષિત થયા અને પાકોની ગુણવત્તા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઉપર અસર થતાં ખેડૂતોની ( Farmers ) મુશ્કેલીઓ વધી, ઉત્પાદન ખર્ચ વધ્યો, પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ વધ્યું. પરિણામે પર્યાવરણ, મનુષ્ય, પ્રાણીના સ્વાસ્થ્ય ઉપર તેની વિપરીત અસર થઈ. દેશની વધતી જતી વસ્તીને અન્ન પુરવઠો પૂરો પાડવા ઘનિષ્ઠ પાક ઉત્પાદન પદ્ધતિઓને હિસાબે ઉભી થયેલી સમસ્યાઓથી જમીન, પાણી, પર્યાવરણ અને ખેતી દ્વારા થતું ઉત્પાદન ઝેરી તત્વોના અંશોવાળું થવાથી મનુષ્યોમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારકતા ઘટી છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત તથા ગુણવત્તા યુક્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને સરળ અને સારી ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ સમાચાર પણ વાંચો: Bardoli : નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષતામાં બારડોલી નગરપાલિકા ખાતે ‘નિર્મલ ગુજરાત 2.0’ અને ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ની એક દિવસીય તાલીમ યોજાઈ
Organic farming: પ્રાકૃતિક ખેતીના ધ્યેયો:
પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ઘરે જ તૈયાર કરી તેનો ઉપયોગ કરવો. ફક્ત દેશી ગાયના ગોબર-ગૌ મૂત્ર દ્વારા બનાવેલા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારવી. ઢોર ખાઈ નહીં અને ગામમા સરળતાથી મળી રહેતી રોગ જીવાત પ્રતિકારક વનસ્પતિનો તેના નિયંત્રણ માટે ઉપયોગ કરવો. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ધ્યેય ખેડૂતોની આવક વધારી ગામડાઓ સદ્ધર બનાવવા અને ગ્રામ સ્વરાજનો ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.