Site icon

Karnataka minister કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, ‘વળતર માટે આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો’

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારના મંત્રી શિવાનંદ પાટીલે ખૂબ જ અસંવેદનશીલ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની મજાક ઉડાવતા શિવાનંદ પાટીલે કહ્યું કે ખેડૂતો વળતર માટે આત્મહત્યા કરી રહ્યા છે.

Farmers dying by suicide to claim compensation, says Karnataka minister

કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, 'વળતર માટે આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો'

News Continuous Bureau | Mumbai 

કર્ણાટકની ( Karnataka ) સિદ્ધારમૈયા સરકારના ( Karnataka minister ) મંત્રી શિવાનંદ પાટીલે ખૂબ જ અસંવેદનશીલ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ખેડૂતોની ( Farmers  ) આત્મહત્યાની ( suicide ) મજાક ઉડાવતા શિવાનંદ પાટીલે કહ્યું કે ખેડૂતો વળતર માટે આત્મહત્યા કરી રહ્યા છે. કર્ણાટક સરકારમાં શેરડી વિકાસ મંત્રી શિવાનંદ પાટીલે( shivanand patil  ) કહ્યું કે સરકારે મૃતક ખેડૂતોના પરિવારોને આપવામાં આવતા વળતરમાં વધારો કર્યો હોવાથી ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે તેમના નિવેદન પર ખેડૂત સંગઠનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

શિવાનંદ પાટીલના નિવેદન સામે ખેડૂત સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે. કર્ણાટક રાજ્ય રાયથા સંઘના પદાધિકારી મલ્લિકાર્જુન બેલ્લારીએ કહ્યું છે કે આવું નિવેદન આપનાર મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું, ‘જો અમે તમારા પરિવારને 50 લાખનું વળતર આપીએ તો તમે શું આત્મહત્યા કરી લેશો?’ ખેડૂત સંગઠનોએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આ મંત્રીને તેમની કેબિનેટમાંથી હટાવવાની અપીલ કરી છે.

સ્પષ્ટતા આપવા લાગ્યા શિવાનંદ પાટીલ

ખેડૂત સંગઠનોની નારાજગી અને નિવેદન પર થયેલા હોબાળા બાદ શિવાનંદ પાટીલ સ્પષ્ટતા આપતા જોવા મળ્યા. તેમણે કહ્યું, ‘હું ખેડૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો ન હતો. હું મીડિયાના લોકોને વધુ જવાબદાર બનવાની અને ખેડૂતોની આત્મહત્યાના અહેવાલ પહેલા FSL રિપોર્ટની રાહ જોવાની સલાહ આપી રહ્યો હતો.’ જણાવી દઈએ કે શિવાનંદ પાટીલ અગાઉ પણ આવા વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : G-20 સમિટમાં ન આવવા બદલ રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ઉઠી રહ્યા સવાલ, હવે ચીને આપ્યો જવાબ

શિવાનંદ પાટીલે કહ્યું કે જો અમે પોલીસ FIR મુજબ કામ કરીશું તો મીડિયાના લોકો હંમેશા ખોટા પડશે. તેમણે કહ્યું કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યારે દારૂની લત, હાર્ટ એટેક અને અન્ય કારણોસર ખેડૂતોના મૃત્યુ થયા છે પરંતુ લોકો વળતર મેળવવા માટે મૃત્યુનું કારણ છુપાવવાનો પ્રયાસ કરે છે. 

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version