Natural Farming: ગુજરાતના ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, પાટણના આ ખેડૂત કુદરતી ખેતીથી કરી રહ્યા છે સારી કમાણી

Natural Farming: રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ

by Hiral Meria
Farmers of Gujarat switched from chemical farming to natural farming, these farmers of Patan are making good money from natural farming.

News Continuous Bureau | Mumbai

Natural Farming:  દેશભરના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો ( Gujarat farmers ) પણ આ અભિયાનમાં જોડાયા છે. પાટણના ( Patan ) ધનાવાડા ગામના ઠાકોર વિરમજી છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સાથે જ  અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. 1 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા રૂ.4300 ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતુ. જેમાં તેઓને રૂ.44,800 ની આવક થઈ હતી. આમ તેઓને પ્રાકૃતિક ખેતી ( Organic Farming ) પદ્ધતિ દ્વારા લીધેલ પાકમાં ઘણો ફાયદો દેખાતા આ પદ્ધતિ મારફતે જ ખેતી કરવાનું નક્કી કર્યું છે. 

 પ્રાકૃતિક ખેતી કરી રહ્યા ખેડૂત વિરમજી ઠાકોરે કહ્યું ‘હું છેલ્લા ચારવર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, હું આત્મામાં જોડાયેલો છું, આ ગાય આધારિત ખેતી કરું છું, હું જીવામૃત, બીજમૃત અને ખાટી છાશનો ઉપયોગ કરું છું અને મોલોમશી જેવા રોગ માટે પણ ખાટી છાશનો છંટકાવ કરું છું, આ સાથે જીવામૃતના પણ ઘણાબધા ફાયદા થાય છે. હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, ગયા વર્ષે પણ મગફળી પકવી હતી, બાજરી પણ જીવામૃતથી લઉ છું. હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો અને તેનાથી મને ઘણોબધો ફાયદો થયો છે.’

આ સમાચાર પણ વાંચો : Surat Growth Hub: ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોન્ચીંગ, લાખો લોકોને મળશે રોજગારી.

  • – ગુજરાતના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

  • – રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ

  • – તમામ જિલ્લામાં ખેડૂતો માટે વિશેષ તાલીમોનું આયોજન કરાયું 

  • – પાટણના ધનાવાડા ગામના ઠાકોર વિરમજી છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે

  • – એક એકરમાં રૂ.4300 ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું,  રૂ.44,800 ની આવક થઈ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More