દિલ્હીની સરહદ પર ખેડુતો કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.
આ ખેડૂત આંદોલન દરમિયાન 50 થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે પંજાબ સરકારે આંદોલન દરમિયાન મરી ગયેલા ખેડુતોના પરિવારોને મદદની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારના એક-એક સભ્યને નોકરી અને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
