FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી

FDA Bans Loose Edible Oil Sale કમિશનર તુકારામ મુંઢેએ જારી કર્યો સ્પેશિયલ કમ્પ્લાયન્સ ઓર્ડર, તેલમાં ભેસળ અને ટ્રાન્સફેટ્સનું પ્રમાણ અટકાવવા કડક નિયમો લાગુ

by Krishna
FDA Bans Loose Edible Oil Sale  મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી

 

News Continuous Bureau | Mumbai

FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્રમાં દૂધ અને ખાદ્યપદાર્થોમાં ભેસળ સામે ઝુંબેશ ચલાવ્યા બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તંત્રએ ખાદ્યતેલના વેપાર પર સકંજો કસ્યો છે. એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ સમગ્ર રાજ્યમાં ખુલ્લું કે છૂટક ખાદ્યતેલ (Loose Edible Oil) વેચવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદતો આદેશ જારી કર્યો છે. આ નવા નિર્ણય મુજબ હવે કોઈપણ દુકાનદાર કે વેપારી ખુલ્લા ડબ્બા કે પાત્રોમાંથી તેલ માપીને ગ્રાહકોને આપી શકશે નહીં.

FDA Bans Loose Edible Oil Sale – તેલમાં ભેસળ અને ઊંચા ટ્રાન્સ-ફેટ્સ સામે એફડીએનું કડક વલણ

એફડીએ દ્વારા હાથ ધરવામાં આવેલી તાજેતરની ચકાસણી દરમિયાન ખાદ્યતેલના વેચાણમાં અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. ખુલ્લા તેલમાં મોટા પાયે અખાદ્ય તેલનું મિશ્રણ થતું હોવાનું અને આરોગ્ય માટે જોખમી એવા ટ્રાન્સ-ફેટ્સનું (Trans-fats) પ્રમાણ નિયત મર્યાદા કરતાં ઘણું વધારે હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત મોહરી (રાઈ) તેમજ અન્ય તેલોમાં પણ ભેસળ કરીને સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું તપાસમાં સાબિત થયું છે.

FDA Bans Loose Edible Oil Sale – પેકિંગ, લેબલિંગ અને એક્સપાયરી ડેટ વિના વેચાણ પર રોક

નવા નિયમ અનુસાર હવે તમામ પ્રકારનું ખાદ્યતેલ માત્ર સીલબંધ પેકેટ, બોટલ કે ટીનમાં જ વેચી શકાશે. પેકિંગ પર ઉત્પાદકનું નામ, મૂળ સ્ત્રોત (Source), બેચ નંબર, પેકિંગ તારીખ અને એક્સપાયરી ડેટ દર્શાવવી ફરજિયાત રહેશે. છૂટક વેચાણ દરમિયાન તેલનો સ્ત્રોત અને એક્સપાયરી ડેટ છુપાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો રોકવા માટે આ પારદર્શક વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.

FDA Bans Loose Edible Oil Sale – નિયમ ભંગ કરનાર સામે લાયસન્સ રદ અને દંડાત્મક પગલાં

એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે કે રાજ્યભરના કરિયાણા સ્ટોર્સ, જથ્થાબંધ વેપારીઓ અને ઓઇલ ડિસ્ટ્રિબ્યુટર્સની આકસ્મિક તપાસ કરવામાં આવે. જે પણ વેપારી છૂટક તેલ વેચતો ઝડપાશે તેનો માલ તાત્કાલિક જપ્ત કરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક દંડ અને ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Shiv Sena Ownership Case ‘…એટલા માટે શિવસેના પર ઠાકરેનો જ અધિકાર!’ સુપ્રીમ કોર્ટમાં વકીલના ૨ મોટી દલીલ, શું ઠાકરે માટે બનશે ગેમચેન્જર?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More