ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
વધુ ફી વસુલનાર ઇન્સ્ટિટયૂટ પર મહારાષ્ટ્ર સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે.
સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલી ફી, તેમજ કોલેજમાં ભણનાર વિદ્યાર્થીઓના અભી ભાવકોની પરવાનગી વગર વધુ ફી લેનાર કોલેજોને ફી રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી નોટિસ બજાવવામાં આવી છે. આ કાર્યવાહી ખાનગી મેડિકલ કોલેજો ઉપર કરવામાં આવી છે.
ખાસ કરીને ઘણી કોલેજ હો વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લેવા ના સ્થાને ફિક્સ સિક્યુરિટી ડિપોઝિટ આ નામથી પૈસા લેતી હોય છે જેનું વ્યાજ કોલેજની મળે છે. આ સંદર્ભે ની સંખ્યા બંધ ફરિયાદો મળ્યા બાદ સરકારી ઓથોરીટી હરકતમાં આવી છે.
