ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 જુન 2020
લોકડાઉન, જે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવ્યું હતું, તેણે ઘણાને આર્થિક તંગીમાં મુકી દીધા છે. આ સંદર્ભમાં, જો શાળાઓ અને કોલેજોની શૈક્ષણિક સુવિધાઓનો ઉપયોગ, વર્ષ 2020-21માં વિદ્યાર્થીઓ ના કરવાના હોય તો અગાઉ લીધેલા ખર્ચમાંથી બાકી નીકળતી ફી કાપવાની વાત વાલીઓએ શિક્ષણ મંત્રાલયને કરી હતી ત્યાર બાદ, આ મુદ્દે શાળા-શિક્ષણ વિભાગે, પેરેન્ટ્સ સાથેની એક્ઝિક્યુટિવ કમિટી (ઇપીટીએ) બનાવી આ અંગેનો ઠરાવ પસાર કરી ખર્ચ ઘટાડવાનો આદેશ આપ્યો છે.
લોકડાઉનને કારણે દરેકને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. પરિણામે રાજ્યની ઘણી શાળાઓ અને કોલેજો તેમની ફીમાં વધારો કરી રહી છે. વાલીઓને વાર્ષિક ફી એક સાથે ભરવા દબાણ કરવા અંગે મહારાષ્ટ્ર સરકાર પાસે અનેક ફરિયાદો પણ આવી રહી છે. તેથી, શાળાઓ અને કોલેજોએ ફીમાં વધારો ન કરવો જોઇએ અને વાલીઓને માસિક અથવા ત્રિમાસિક ધોરણે ફી ભરવાની છૂટ આપવી જોઈએ. આનો અમલ પ્રાથમિક શાળાથી લઈને ધોરણ 12 સુધીના તમામ બોર્ડ, તમામ માધ્યમો અને તમામ શાળા-કોલેજો માટે જારી કરવામાં આવ્યો છે. શાળા શિક્ષણ વિભાગે એવી ચેતવણી પણ આપી છે કે જે શાળા કોલેજ , રાજ્ય સરકારના આ હુકમનું ઉલ્લંઘન કરશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે…..