News Continuous Bureau | Mumbai
બ્રિજ નંબર 520 ના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવા માટે, બુધવાર, 31 મે, 2023 ના રોજ નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે ડાઉન લાઇન પર એક બ્લોક હાથ ધરવામાં આવશે. આ કાર્યના અમલીકરણને કારણે, પશ્ચિમ રેલવેની થોડી ટ્રેનોને અસર થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આ ટ્રેનો આંશિક રદ
- ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ, 31મી મે 2023ની ભરૂચ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 31મી મે 2023ની ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર સ્પેશિયલ, વડોદરા અને ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 31મી મે 2023ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, ભરૂચ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 31મી મે 2023ની ટ્રેન નંબર 19034 અમદાવાદ – વલસાડ એક્સપ્રેસ, અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર – ખાદ્ય તેલના ભાવોમાં થયો ઘટાડો, જાણો કેટલામાં પડશે સીંગતેલનો ડબ્બો
આ ટ્રેન રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12656 પુરાતચી થલાઈવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 00.45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
મુસાફરોએ તેની નોંધ લેવા વિનંતી છે.