Site icon

Bhupendra Patel Manoa Kamikamica: ગાંધીનગરમાં ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ CM ભૂપેન્દ્ર પટેલની લીધી મુલાકાત, આ સેક્ટરમાં સહયોગ અંગે કરી ચર્ચા.

Bhupendra Patel Manoa Kamikamica: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકા. ડેરી ઉદ્યોગ - A.I - I.C.T. અને સાઇબર સિક્યુરિટીના ક્ષેત્રોમાં ગુજરાતની તજજ્ઞતાનો સહયોગ લેવાની તત્પરતા વ્યક્ત કરી. દેશના ગ્રોથ એન્જિન ગુજરાતના રિન્યુએબલ એનર્જી - ગ્રીન હાઈડ્રોજન - એગ્રીકલ્ચર સહિત બહુવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ - ગિફ્ટ સિટીની મુલાકાત લઇને વિકાસની સ્પીડ અને સ્કેલનો પ્રત્યક્ષ અનુભવ કરવા ફિજીનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ફિજીના નાયબ વડાપ્રધાનને આમંત્રણ

Fiji Deputy Prime Minister Manoa Kamikamica paid a courtesy visit to Chief Minister Bhupendra Patel in Gandhinagar.

Fiji Deputy Prime Minister Manoa Kamikamica paid a courtesy visit to Chief Minister Bhupendra Patel in Gandhinagar.

  News Continuous Bureau | Mumbai

Bhupendra Patel Manoa Kamikamica:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં લીધી હતી.  

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી  સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં ફિજીના નાયબ વડાપ્રધાનએ ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞતાનો લાભ ફિજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી. 

તેમણે ડેરી ઉદ્યોગ ( Dairy Industry ) ઉપરાંત A.I અને I.C.T. તથા સાઇબર સિક્યુરિટી સેક્ટરમાં પણ ગુજરાત ફિજીને ( Manoa Kamikamica ) સહયોગ કરી શકે તેવી સંભાવનાઓ અંગે પણ ચર્ચા પરામર્શ કર્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ( Bhupendra Patel ) તરીકે વિકાસના નવા કીર્તિમાન સ્થાપીને ગુજરાતને વિકાસનું રોડ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવ્યું છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ મુખ્યમંત્રી અને ફિજીના નાયબ વડાપ્રધાન એ કરી હતી. 

વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ફિજીની મુલાકાત લીધી તેનું પણ સ્મરણ તેમણે કર્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel Manoa Kamikamica ) ગુજરાતે રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં લીડ લીધી છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધિન છે. 

એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ બાયોમાસ, બાયોગેસ અને બાયો ફ્યૂલ ને પ્રોત્સાહિત કરતી વેસ્ટ ટુ એનર્જી પોલિસી ગુજરાતમાં છે. 

ફિજીમાં ( Fiji Deputy PM ) શેરડીનું મોટાપાયે ઉત્પાદન થાય છે તે સંદર્ભમાં ઇથેનોલ પ્રોડક્શનમાં તે ગુજરાતનો સહયોગ કરી શકે તેમ છે તેમ પણ ફિજીના નાયબ વડાપ્રધાન એ કહ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Govt Formation : મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની તૈયારીઓ તેજ! NDAની આજે દિલ્હીમાં બેઠક, આ છે સરકાર બનાવવાની ફોર્મ્યુલા..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે વિવિધ ઉદ્યોગો અને ઉભરતા સેક્ટર માટે જે પોલીસીઝ ઘડી છે તેના તેમજ બહુવિધ સેક્ટર્સમાં ગુજરાતની સિદ્ધિઓના અભ્યાસ-નિરીક્ષણ માટે ફિજીનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાત આવે તેવું આમંત્રણ પાઠવ્યું હતું. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ફિજીને જે સેક્ટર્સમાં સહભાગીતા તથા માર્ગદર્શનની જરૂર હોય તે સેક્ટરમાં ગુજરાત તેમાં પોતાનો  સહયોગ આપશે. 

ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળની આ ગુજરાત ( Gujarat ) મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. 

તેમણે એમ પણ ઉમેર્યું કે, ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘વિકસિત ભારત @ ૨૦૪૭’માં વિકસિત ગુજરાત થી અગ્રેસર રહેવાનો નિર્ધાર કર્યો છે. 

આ હેતુસર વિકસિત ગુજરાત @ ૨૦૪૭નો રોડ મેપ તૈયાર કરવામાં આવેલો છે અને અર્નિંગ વેલ- લિવીંગ વેલ સાથે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પણ પ્રાયોરિટી આપી છે. 

તેમણે ગિફ્ટસિટી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ હબ તરીકે ઊભરી આવ્યું છે તેની પણ જાણકારી ફિજીના નાયબ વડાપ્રધાનશ્રીને આપી હતી. 

મુખ્યમંત્રી સાથેની સૌજન્ય મુલાકાત બાદ ફિજીના નાયબ વડાપ્રધાન ગિફ્ટસિટી અને અમુલ- આણંદની મુલાકાતે પણ જવાના છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા તથા મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ પણ જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો:  Kannauj Prisoner Viral Video: જેલમાંથી છુટવાનો આનંદ, 9 મહિના પછી જેલમાંથી બહાર આવીને કેદીએ ગેટ પર જ કર્યો બ્રેક ડાન્સ… જુઓ વિડીયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Delhi Blast: ખતરાની ઘંટી! દિલ્હી બ્લાસ્ટના તાર ૨ કાર સાથે જોડાયેલા, રાજધાનીમાં હજુ પણ ખતરો યથાવત
Exit mobile version