News Continuous Bureau | Mumbai
હનુમાન ચાલીસા વિવાદ(Hanuman chalisa Row)ને લઇને ધરપકડ કરાયેલા રાણા દંપતિ (MP Navneet Rana and MLA Ravi Rana)ને છેવટે 11 દિવસ બાદ એટલે કે ગત બુધવારે મુંબઇની સેશન્સ કોર્ટે(Mumbai session court) શરતી જામીન આપી દીધા હતા. અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણા સામે રાજદ્રોહનો કેસ (Sedition Case) દાખલ કરવા બદલ મુંબઈ સેશન્સ કોર્ટે રાજ્ય સરકાર(State govt)ની ઝાટકણી કાઢી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ રાણા દંપતી સામેના રાજદ્રોહ(Sedition Case) ના આરોપો સાચા નથી. રાણા દંપતીને જામીન આપતાં મુંબઈ સેશન્સ કોર્ટે (Mumbai session court) મહત્ત્વનું અવલોકન નોંધ્યું છે. ન્યાયાધીશ રાહુલ રોકડે દ્વારા રાણાને આપવામાં આવેલા જામીનની નકલ તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમાં આપવામાં આવેલી માહિતી મુજબ પોલીસની સુચના બાદ રાણા દંપતી ઘરની બહાર નીકળ્યા ન હતા. રાણા દંપતીની ધરપકડ થાય તે પહેલા જ તેમણે માતોશ્રી(Matoshree)ની બહાર હનુમાન ચાલીસા વાંચવા માટેનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. તેથી તેમના પર IPCની કલમ 124A હેઠળ દેશદ્રોહનો આરોપ લગાવવો ખોટું છે. તેમ કોર્ટે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીના ફ્લાયઓવરને ખુલ્લો મુકવાને લઈને ઉત્તર મુંબઈના સાંસદે BMC કમિશનરને આપી દીધી આ ચેતવણી.. જાણો વિગતે.
બાંદ્રામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray residence Matoshree)ના ખાનગી નિવાસસ્થાન `માતોશ્રી`ની બહાર હનુમાન ચાલીસા(Hanuman chalisa)ના પાઠની જાહેરાત પર વિવાદ બાદ 23 એપ્રિલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ (PM Modi Mumbai visit) મુલાકાતને ટાંકીને દંપતીએ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની તેમની યોજના રદ કરી દીધી હતી. દરમિયાન બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટના વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ રાણા દંપતીને જામીન આપ્યા હતા.
મુંબઈ સેશન્સ કોર્ટે રાણા દંપતીને જામીન આપતાં પાંચ શરતો મૂકી હતી. રવિ રાણા અને નવનીત રાણાને કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો હેઠળ મીડિયા સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે તેમને તપાસમાં હસ્તક્ષેપ ન કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વાહ!!! એસી લોકલના ભાડા ઘટવાની સાથે મુંબઈગરાનો ઘસારો, પહેલા જ દિવસે વેસ્ટર્નમાં આટલા ટકા પ્રવાસી વધ્યાં; જાણો વિગતે.
નવનીત રાણા ગઈકાલે જેલમાંથી મુક્ત થયા હતા. જોકે, નવનીત રાણાની તબિયત લથડતા તેમને લીલાવતી હોસ્પિટલ(Lilavati hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. આથી રાણા દંપતી ડિસ્ચાર્જ ન થાય ત્યાં સુધી મુંબઈમાં જ રહેશે.
 
			         
			         
                                                        