તો આખરે દંડાયુ કોણ? વેપારી.. વેપારી… અને માત્ર વેપારી… કઈ રીતે? જાણો અહીં.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 14 એપ્રિલ 2021

 

મહારાષ્ટ્ર સરકારે સીધે સીધુ lockdown ન લગાડતા અલગ-અલગ પ્રકારના પ્રતિબંધો લગાડ્યા છે. જોકે આ પ્રતિબંધોને જોતા એવું લાગી રહ્યું છે કે લોકોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રહેશે. રસ્તા કિનારેના ફેરિયાઓ જેમના તેમ બેસશે. આ ઉપરાંત ખાણીપીણીની હોટલો પણ ચાલુ રહેશે.


બંધ રહેશે માત્ર દુકાનો. સરકારે દુકાનો, મંદિરો અને રાજનૈતિક કાર્યક્રમો છોડીને મેન્યુફેક્ચરિંગ ફેક્ટર અને અન્ય પ્રકારના વ્યવસાયોને છૂટ આપી છે. ત્યાં સુધી કે રિક્ષા અને ટેક્સીવાળા પણ પોતાનો ધંધો કરી શકશે. બેન્કિંગ પણ પોતાનો વ્યવસાય કરી શકશે.
આ પરિસ્થિતિમાં માત્રને માત્ર દુકાનો બંધ રહેતાં વેપારીઓને આર્થિક ફટકો પડવાનો છે.
આ સંદર્ભે ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિએશન એ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અન્ય વેપારી સંગઠનો એ પણ બાયો ચડાવી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More