ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
આખરે મહારાષ્ટ્ર સરકારના વન મંત્રી સંજય રાઠોડ નું રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડ પાસેથી રાજીનામું લઇ લીધું હતું પરંતુ અમુક દિવસ બાદ તેમણે આ રાજીનામાને રાજ્યપાલ પાસે મોકલાવ્યું છે.
આ સંદર્ભે વિપક્ષ સરકાર પર આરોપ કરતું રહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે માત્ર એક આરોપીને બચાવી રહ્યા છે. બીજી તરફ હવે વન મંત્રી કોણ બનશે તે સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.
ઉલ્લેખનીય છે કે સંજય રાઠોડ નું નામ એક મોડેલના આત્મહત્યા કેસમાં ગાજ્યું હતું. હવે તેની પોલીસ તપાસ ચાલુ છે.
