ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુલાઈ 2020
કાંદિવલીના એસવી રોડ પર આવેલી એક પ્રખ્યાત વાઇન શોપની સો કિલો ની તિજોરી માલવણી ના તળાવમાંથી મળી આવી છે.. વાત જાણે એમ છે કે થોડા દિવસ અગાઉ આ વાઈન શોપ ની ગ્રીલ તોડી દુકાનમાં મૂકેલી સો કિલોથી વધુ વજનની લોખંડ ની તિજોરી, પૈસા સહિત ચોર લોકો ઉઠાવી ગયા હતા. જેમાં પાંચ લાખ ઉપરની રકમ હતી એ પણ ગાયબ હતી. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ થયા બાદ આસપાસના સીસીટીવીની તપાસ કરતા આરોપીની ઓળખાણ થઈ હતી. આ આરોપીને કાંદિવલી પોલીસે માલવણીથી પકડી પાડયો હતો. ત્યારબાદ તેની કડક પૂછપરછ કરતાં ચોરીનો ગુનો એણે સ્વીકારી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તિજોરી તોડી એમાંથી પૈસા કાઢી આ તિજોરીને બાદમાં માલવણીના અલી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે આ તિજોરી કબજે કરી ત્યારે એમાંથી ચોરાયેલી વાઇન શોપના સાત પરવાના જેમના તેમ મળી આવ્યા હતા.. આ ઘટનાની પોલીસ વધુ તપાસ કરી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com