ગુજરાતમાં ‘માસ્ક ન પહેરવું’ તેમજ જાહેર સ્થળોએ ‘થૂંકવા’ બદલ હવે 200 નહીં પરંતુ આટલાં રૂપિયાનો દંડ થશે.. જાણો વિગતે..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

28 જુલાઈ 2020

ગુજરાત સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ ફેસ માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલનો દંડ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દીધો છે. મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આની જાહેરાત કરી હતી..

રાજ્યના કેટલાક ભાગો જેવા કે અમદાવાદ અને સુરતની મ્યુનિસિપલ હદને બાદ કરતાં, સરકારે અગાઉ ચહેરા પર માસ્ક ન પહેરવા અમે જાહેરમાં થુંકવા બદલ રૂ. 200 દંડ નક્કી કર્યો હતો. હવે આવનારી 1 ઓગસ્ટથી આ દંડ 500 રૂપિયા કરાયો છે. 

નોંધનીય છે કે અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ હદમાં આવતા વિસ્તારોમાં જાહેર સ્થળોએ ફેસ માસ્ક ન પહેરવા બદલ દંડ અગાઉથી જ વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. 

સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ફેસ માસ્ક નાગરિકોને સરળતાથી અને ઓછા ભાવે ઉપલબ્ધ થાય. આથી રાજ્યના તમામ અમૂલ મિલ્ક પાર્લર પર રૂ .2 ના ભાવે માસ્ક વેંચાઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે  સોમવારે, ગુજરાતમાં 1,052 નવા COVID-19 કેસ નોંધાયા હતાં. જેનો રાજ્યવ્યાપી  કુલ આંક 56,874 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગને કારણે 2,348 લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More