ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના પિતા નંદ કુમાર બઘેલ વિરુદ્ધ રાયપુરમાં સર્વ બ્રાહ્મણ સમાજની ફરિયાદથી કેસ નોંધાયો છે. તેમના ઉપર સામાજિક દ્વેષ ઊભો કરવાનો આક્ષેપ છે. સમુદાયો વચ્ચે દુશ્મની અને નફરતની ભાવના પેદા કરવા બદલ IPCની કલમ ૫૦૫ અને સામાજિક તણાવ ફેલાવનારું બયાન કરવા બદલ કલમ ૧૫૩-એ હેઠળ કેસ નોંધાયો છે.
આ બાબતે મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે બધા જાણે છે કે મારા પિતા અને મારી વચ્ચે શરૂઆતથી જ વૈચારિક મતભેદ છે, અમારા રાજનૈતિક વિચારો અને માન્યતાઓ પણ અલગ છે. પુત્ર તરીકે હું તેમનું સન્માન કરું છું, પરંતુ મુખ્ય પ્રધાન તરીકે તેમની કોઈ પણ ભૂલને માફ ન કરી શકાય, જે સામાજિક વ્યવસ્થાને બગાડે છે. અમારી સરકારમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, પછી ભલે એ મુખ્ય પ્રધાનના ૮૬ વર્ષના પિતા હોય. અમારા માટે કાયદો સર્વોપરી છે.
સૌથી મોટા સમાચાર : પંજશીર પ્રાંત યુદ્ધ હારી ગયું. તાલિબાન જીત્યું.
આ પહેલાં મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે તેમના પિતા નંદકુમારે વર્ગ વિશેષ વિરુદ્ધ કરેલી ટિપ્પણી માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમના પિતાના બયાનથી સમાજના એક વર્ગની ભાવનાઓ અને સામાજિક સદ્ભાવનાને ઠેસ પહોંચી છે.