212
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે.
મુખ્યમંત્રીનું અપમાન કરવાને લઈને નારાયણ રાણેની વિરુદ્ધ નાસિકમાં FIR નોંધવામાં આવી છે.
સાથે જ નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચિપલુણ જઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ એફઆઈઆર યુવાસેનાએ નોંધાવી છે. એફઆઈઆર આઈપીસીની કલમ 153 અને 505 હેઠળ દાખલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જન આશીર્વાદ યાત્રા કોંકણના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવ ને અપશબ્દો કહ્યા હતા. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.
You Might Be Interested In