ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુલાઈ 2020
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થકો તરફથી એક ઓડિયો ક્લિપ જારી કરી કેન્દ્રીય મંત્રી પર આરોપ લગાવ્યો કે "રાજ્યમાં સરકાર પાડી દેવા માટે કાવતરુ ઘડી રહ્યાં છે. એવામાં તેમની સામે તાત્કાલિક એફઆઇઆર નોંધી ઘરપકડ કરવી જોઇએ". એવી ફરિયાદ એસઓજીમાં કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ પાયલોટ સમર્થક બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યાં છે.
કોંગ્રેસ નેતા એ આરોપ લગાવ્યો છે કે "વાયરલ ઓડિયોમા રાજસ્થાનની સરકાર પાડી દેવા માટે કાવતરુ ઘડી રહ્યાં છે". જોકે, હજુ સુધી એ વાતની ખરાઇ થઈ શકી નથી કે ઓડિયો ક્લિપમાં એજ વ્યક્તિ છે કે પછી બીજા કોઇ.
સુરજેવાલએ બે ઓડિયો ક્લિપ સંભળાવી કહ્યું કે "ભાજપ સંત્તા લૂંટવાની ફિરાકમાં છે. ભાજપ લોકતંત્રનું ચીર હરણ કરવા માગે છે. મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે કાવતરું ઘડ્યું. પરંતુ આ વખતે ખોટું રાજ્ય પસંદ કર્યું છે." આમ હવે રાજસ્થાન માં ગેહલોત પાયલોટ ની લડાઈમાં ઓડિયો ટેપની એન્ટ્રી થઈ ગયી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com