ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશની રાજધાની દિલ્હીનાં જંતર-મંતર પર 8 ઓગસ્ટનાં રોજ પ્રદર્શન દરમિયાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારની બાબત ગંભીર બની છે.
મંગળવારે મોટી કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે વકીલ અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોને કસ્ટડીમાં લીધા છે.
જંતર -મંતર પર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સંબંધિત કેસમાં દિલ્હી પોલીસે ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
અશ્વિની ઉપાધ્યાય સિવાય અન્ય 5 લોકોનાં નામ વિનોદ શર્મા, દીપક સિંહ, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહ અને દીપક છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મામલે દિલ્હી ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય તરફથી સ્પષ્ટતા આવી હતી. તેમણે કહ્યું કે, 8 ઓગસ્ટનાં રોજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અંતર્ગત જંતર-મંતર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માત્ર 50 લોકોને આમંત્રિત કરાયા હતા પરંતુ ત્યાં લોકોની વધતી સંખ્યાને કારણે તેઓ ચાલ્યા ગયા હતા.
મુંબઈ મનપાની વોર્ડ ઓફિસ સહિત આટલા રેલવે સ્ટેશન પર મળશે ક્યુઆર કોર્ડ માટેનો પાસ જાણો વિગત