ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના ખાનગી સચિવ સંદીપ સિંહ, પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતા શિવ પાંડે અને યોગેશ કુમાર દીક્ષિત પર લખનૌના હુસેનગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ એફઆઈઆર ઉત્તર પ્રદેશના રાજય સંપત્તિ વિભાગના ડ્રાઈવર પ્રશાંતે નોંધાવી છે. તેના આરોપ મુજબ આ ત્રણે લોકો તેના ઘરમાં ખોટી રીતે ડોકિયા કરી રહ્યા હતા. આ બાબતે ત્રણેને સવાલ કરતા તેઓએ પ્રશાંતની ભારે મારપીટ કરી હતી. તેમ જ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો તેણે આરોપ કર્યો છે. તેથી તેણે પોલીસ સ્ટેશનમાં ત્રણે વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
કોંગ્રેસ પ્રદેશ મુખ્યાલય હુસેનગંજના મોલ એવેન્યુ વિસ્તારમાં આવે છે અને કોંગ્રેસના મુખ્યાલયની એકદમ નજીક પ્રશાંતનું ઘર આવેલું છે. તેથી અહીં ભારે ભીડ રહેતી હોય છે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પ્રિયંકા ગાંધીના અંગત સચિવ સંદીપ સિંહ પર હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ હતી.