News Continuous Bureau | Mumbai
દેશની રાજધાની દિલ્હી(Delhi)ના ગાંધીનગર વિસ્તારમાં એશિયાના સૌથી મોટા કાપડ માર્કેટ(cloth market)માં ગઈકાલ (બુધવાર)ની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની ઝપેટમાં ડઝનેક દુકાનો(Shops) બળીને રાખ થઈ ગઈ હતી, સાથે જ લાખો રૂપિયાનો માલસામાન પણ નુકસાન થયું છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરવિભાગ(Fire department)ની 35 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો. સારા સમાચાર એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી.
રાજધાની દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટને એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ માનવામાં આવે છે. અહીં આસપાસ બધે જ કાપડની દુકાનો છે. આ જ માર્કેટમાં બનેલી 3 માળની ઈમારતની એક દુકાનમાં બુધવારની સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની જાણ થતા તરત જ લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે શરૂઆતમાં 4 ગાડીઓ ઘટનાસ્થળે મોકલી હતી. જો કે, આગને કાબુમાં ન લાવી શકાતા, દિલ્હીના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી ફાયર ટેન્ડરોને વાયરલેસ દ્વારા ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. દુકાનોમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવાની સાથે બજારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ
જોકે, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, “ગાંધીનગરના ટેક્સટાઈલ માર્કેટમાં આગની આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ફાયર વિભાગ આગ ઓલવવામાં વ્યસ્ત છે. હું ઘટનાની તમામ માહિતી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી લઈ રહ્યો છું. પ્રભુ શ્રી રામ સૌને કુશલ મંગલ રાખે.