ખતરાની ઘંટી વાગી ગઈ! તમિલનાડુ અને તેલંગણા બાદ હવે ગુજરાતના આ શહેરમાં મળ્યો BA.5 વેરિઅન્ટનો પ્રથમ કેસ, સાઉથ આફ્રિકાથી પરત ફરેલો યુવક સંક્રમિત

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ભારતમાં(India) ભલે કોરોનાની(Corona) રફતાર ધીમી હોય પરંતુ દિવસ જાય તેમ નવા વેરિએન્ટ(New variant) સામે આવી રહ્યા છે. 

દેશમાં તમિલનાડુ(Tamil Nadu) અને તેલંગણા(Telangana) બાદ હવે ગુજરાતના(Gujarat) વડોદરામાં(Vadodara) ઓમિક્રોનના પેટા પ્રકાર(Omicron variant) BA.5 વેરિઅન્ટની એન્ટ્રી થઇ છે.

અહીં સાઉથ આફ્રિકાથી(South Africa) પરત આવેલો યુવક કોરોના પોઝિટિવ થયો છે.

આ યુવકના સેમ્પલને ગાંધીનગર(Gandhinagar) ખાતે આવેલી લેબોરેટરીમાં(Laboratory) મોકલવામાં આવ્યા હતાં. જેમાં બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન BA.5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ છે. 

જોકે યુવકના સંપર્કમાં આવેલા લોકોમાં હાલ કોરોનાના લક્ષણો જણાયા નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારના કેસ પ્રથમવાર નોંધાયા હતા. પરંતુ હવે અન્ય ઘણા દેશોમાંથી આની જાણ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :   કુતુબ મિનાર કેસની દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી પૂરી થઇ, હવે આ તારીખે આવશે ચુકાદો… જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More