News Continuous Bureau | Mumbai
Annapurti Grain ATM: હવે ગુજરાતમાં અનાજ એટીએમથી થશે અન્નપૂર્તિ…. ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ ‘અન્નપૂર્તિ અનાજ એટીએમ ‘ સ્થાપિત કરવામાં આવ્યું છે. આવો જાણીએ ખાદ્ય સુરક્ષા માટેની અનોખી અને મહત્વપૂર્ણ પહેલ વિશે..
જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ એટલે ‘અન્નપૂર્તિ અનાજ એટીએમ’. હવે રેશનકાર્ડ ( Ration card ) દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાય છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણિયાએ ( Nimuben Bambhania ) કહ્યું, ‘ એટીએમમાં જતા લોકોને જો નામ પણ લખતા ન આવડે તો પણ તેમના બાયોમેટ્રિકથી થમ્બ વડે તેમને ચોખા જોઈએ છે, તો ચોખા મળશે અને જો ઘઉં જોઈએ છે, તો ઘઉં મળશે. આ એટીએમ મશીન તમને 40 સેકન્ડમાં 25 થી 35 કિલો અનાજ આપી શકે છે.”
‘અન્નપૂર્તિ અનાજ એટીએમ’માં ( Bhavnagar ) 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે. એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ ચોવીસ કલાક કરી શકાય છે. આમ, લાંબી લાઈનો પણ નહીં રહે અને અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે
ગુજરાતના પ્રથમ “અન્નપૂર્તિ – ગ્રેઈન એ.ટી.એમ.”નું લોકાર્પણ.#nimubenbambhania #annpurti #atm #bjp pic.twitter.com/02jozXyCJS
— Nimuben Bambhania (@Nimu_Bambhania) September 18, 2024
આ સમાચાર પણ વાંચો : Anura Kumara Dissanayake: PM મોદીએ અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન, વ્યક્ત કરી આ આશા.
સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, ભારતના પ્રતિનિધિ એલિઝાબેથ ફૌરેએ કહ્યું, “ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા ગ્રેન એટીએમનું લોન્ચિંગ એ એક સીમાચિહ્નરૂપ પહેલ છે. આ ઓટોમેટિક મશીનની પહેલ કરવા બદલ હું ગુજરાત સરકારને ( Gujarat Government ) અભિનંદન આપું છું.”
ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક સિસ્ટમ રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, તે સ્ટોકની અછત અને રાશનની દુકાનોમાં ગેરરિતી જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)