ચોમાસા પછીનું પ્રથમ આ વાવાઝોડું આગામી સપ્તાહમાં ઉદ્ભવશે બંગાળની ખાડીમાં

News Continuous Bureau | Mumbai

હાલમાં બંગાળની ખાડીમાં(Bay of Bengal) સાઇક્લોનિક સર્ક્‌યુલેશન(Cyclonic circulation) સર્જાઈ તેવી શક્યતા સેવાઇ રહી છે . આ વાવાઝોડું(storm) ચોમાસાની ઋતુ (Monsoon season) બાદનું પ્રથમ વાવાઝોડું હોઈ શકે છે. અને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં (low pressure area) ફેરવાય તેવી સંભાવના આંતરરાષ્ટ્રીય હવામાન મોડલ(International Weather Model) દ્વારા કરવામાં આવી છે. પરંતુ હજુ ભારતીય હવામાન વિભાગ(Indian Meteorological Department) દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

Join Our WhatsApp Community

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, બંગાળની ખાડીમાં ઉત્તર આંદામાન સાગર(North Andaman Sea) અને તેની આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. જે બાદમાં વધુ અસરકારક બનીને આગામી સપ્તાહ દરમિયાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે. ઉત્તર આંદામાન સાગર ઉપર બનનાર લો પ્રેશર એરિયા બાદમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં બદલાઈ જશે. એટલે કે આ વધુ અસરકારક બનીને ચક્રવાતમાં બદલાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે

ભારતીય હવામાન વિભાગ એ આ વાવાઝોડા અંગે કોઈ પુષ્ટિ કરી નથી અને જણાવ્યું છે કે હવાની ગતિ સમયાંતરે બદલતી રહે છે જેથી હજુ વાવાઝોડું આવશે કે કેમ એ કેવું મુશ્કેલ છે અને ઓક્ટોબર ૨૦ ના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી પણ શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે હજુ જે સર્ક્‌યુલેશન બંધાવવું જાેઈએ તે હજુ સુધી જોવા મળ્યું નથી.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version