ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર.
ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ કરી છે.
પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ કર્યું છે.
તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું છે.
આ બોટમાં સાત ખલાસીઓ હતા. જો કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી.
ઉલ્લેખનીય છે કે માછીમારો હંમેશા ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. પરંતુ વારંવાર પાકિસ્તાન દ્વારા માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ થતું હોય છે.
