News Continuous Bureau | Mumbai
ફ્લાઈટ ( Flight ) સાથે જોડાયેલ સમાચારો આજકાલ બહુ આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. દરમિયાન ફરી આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઇટ 50થી વધારે મુસાફરોને લીધા વિના જ ઉડી ગઈ હતી. આ તમામ યાત્રી રનવે પર બસમાં સવાર હતા. પણ ફ્લાઈટ તેમને લીધા વિના જ ઉડી ગઈ હતી. જ્યારે એરલાઈન્સને તેની ભૂલની જાણ થઈ ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જોકે DGCAએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે સવારે લગભગ 5.45 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો બેંગલુરુથી ( Bengaluru ) દિલ્હી જતી GoFirst ફ્લાઈટ G8-116માં સવાર થઈ રહ્યા હતા. મુસાફરોને વિમાનમાં લઈ જવા માટે કુલ ચાર બસો મોકલવામાં આવી હતી. પ્રથમ બે બસો આગળ વધી. જેમની સાથે ફ્લાઈટ રવાના થઈ હતી.
આ સમાચાર પણ વાંચો: મોસ્કોથી ગોવાની ફ્લાઇટમાં બોમ્બની આશંકા, જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ… પ્રવાસીઓના જીવ અધ્ધર..
ભૂલની જાણ થતાં, ‘GoFirst’એ ફરીથી તમામ 55 મુસાફરોને સવારે 10 વાગ્યે બીજી ફ્લાઈટ દ્વારા તેમને દિલ્હી મોકલ્યા હતા. તમામ મુસાફરો બપોરે 2 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓને તેમની બેગ ત્યાં પરત આપવામાં આવી હતી.
જોકે પાછળથી, GoFirst એ અહેવાલ આપ્યો હતો કે, આ 55 મુસાફરોમાંથી 53ને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, બાકીના 2એ તેમના નાણાં રિફંડની માંગણી કરી હતી જે ચૂકવવામાં આવી હતી. ડીજીસીએએ હવે આ મામલે પોતાનો રિપોર્ટ માંગ્યો છે.