મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ.. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 22 જુલાઈ  2021

ગુરૂવાર

મહારાષ્ટ્રના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે નદીઓ ગાડી તુર બની છે. પરિણામ સ્વરૂપે અહીં નદીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ છે અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે.

રત્નાગીરી : રત્નાગીરી માં બુધવારે આખી રાત મુશળધાર વરસાદ ચાલુ રહેવાના કારણે કાજળી નદીમાં પુર આવ્યા છે. અહીંના ફેમસ ચંદેરાઇ બજાર માં પાણી ફરી વળ્યા છે.

રાયગઢ : રાયગઢ જિલ્લામાં વરસાદનું જોર ચાલુ છે. પરિણામ સ્વરૂપ બહાર વિસ્તારમાં આવેલા એમઆઈડીસી પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. કરજણના અનેક રસ્તાઓ પાણી નીચે ગયા છે. 1989 પછી પહેલી વખત આ વિસ્તારમાં પાણી ભરાયા છે. અમુક વિસ્તારમાં આશરે ચાર ફુટ પાણી છે.

કોલ્હાપુર : કોલ્હાપુરમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે જેને કારણે પંચગંગા ડેમમાં ત્રણ ફૂટ પાણી વધી ગયા છે. 39 નાના ડેમ છલકાઈ ગયા છે. આ ઉપરાંત કોલાપુર થી ગગન બાવડા તરફ જનાર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહી એનડીઆરએફની બે ટીમને તત્કાળ બોલાવવામાં આવી છે.

આજના મુંબઈના મોસમ સંદર્ભે મોસમ વિભાગની આ છે આગાહી.

ભિવંડી શહેર : ભીવંડી શહેરમાં બે દિવસથી મોટા પ્રમાણમાં વરસાદ આવવાને કારણે ગ્રામીણ ભાગમાં હજારો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરી વિસ્તારમાં પણ અનેક દુકાનો ને નુકસાન પહોંચ્યું છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment