News Continuous Bureau | Mumbai
કર્ણાટકમાં હિજાબ-હલાલ બાદ હવે મસ્જિદ પરના લાઉડ સ્પીકરનના અવાજને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. કર્ણાટક પ્રશાસને રાજ્યની તમામ મસ્જિદોને નોટિસ મોકલી હોવાનું કહેવાય છે. નોટિસમાં મસ્જિદમાં વગાડવામાં આવતા લાઉડસ્પીકરનો ઉપયોગ નિયમ મુજબ જેટલા ડેસિબલની મંજૂરી હોય તેટલામાં જ કરવાનું કહેવામાં આવ્યું છે.
કર્ણાટકના સ્થાનિક અહેવાલ મુજબ લાઉડસ્પીકર પોકારવામાં આવતી બાંગના અવાજને લઈને અનેક ફરિયાદો આવી હતી. તેથી ફરિયાદને ધ્યાનમાં રાખીને મસ્જિદોને નોટિસ મોકલવામાં આવી છે. એક ન્યુઝ એજેન્સીના અહેવાલ મુજબ બેંગલુરુમાં લગભગ 250 મસ્જિદોને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ બાદ મસ્જિદમાં લાઉડ સ્પીકરમાં ધ્વનિ નિયંત્રણમાં રહે તે માટે ડેસિબલ કંટ્રોલર મશીન બેસાડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : INS વિક્રાંત પ્રકરણમાં ભાજપના આ નેતા અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં નોંધાયો કેસ.. જાણો વિગતે
કર્ણાટકના મુખ્ય પ્રધાન બવસરાજ બોમ્મઈ લાઉડ સ્પીકરના મુદ્દા પર એવું કહ્યું હતું કે હાઈ કોર્ટના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કાર્યવાહી અગાઉ લોકોને વિશ્વાસમાં પણ લેવામાં આવશે. ફક્ત અજાન જ નહીં પણ તમામ જગ્યા વાગતા સ્પીકરોને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.