News Continuous Bureau | Mumbai
Food Poisoning : અકોલા શહેરની મહાપાલિકા શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ખાવાથી ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોષણયુકત ખીચડીમાંથી ( khichdi ) મૃત ઉંદરના અવશેષો મળ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર આપવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખીચડી ખાધા બાદ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 10 વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની ( food poison ) અસર થઈ હોવાનું જાણવા મળે છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ( Akola ) અકોલામાં શિવસેના કોલોનીની શાળા નંબર 26માં આ ચોંકાવનારી ઘટના બની છે. રાબેતા મુજબ બપોરે શાળાના વિદ્યાર્થીઓને ( School students ) ખીચડી પીરસવામાં આવી હતી. તે ખાધા બાદ કેટલાક વિદ્યાર્થીઓને ઉલ્ટી અને ઉબકા આવવા લાગ્યા હતા. વાસ્તવમાં શું થયું તે જાણવા ખીચડીની તપાસ કરવામાં આવી ત્યારે ખીચડીમાંથી મૃત ઉંદરના ( dead mouse ) અવશેષો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. શાળાના વહીવટીતંત્ર અને શાળાના ભોજનનું ( school meals ) વિતરણ કરનારા તમામની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Nepal vs Namibia: નામિબિયાના લોફ્ટી-ઈટને T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો.. જુઓ વિડીયો..
આ ઘટના અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ હોવાથી પ્રશાસન આ અંગે શું પગલાં લે છે તે જોવું રહ્યું…
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની તમામ શાળામાં પોષણયુકત આહાર ( nutritious diet ) તરીકે ખીચડી આપવામાં આવે છે. તેથી આ શાળામાં પણ વિદ્યાર્થીઓને ખીચડી આપવામાં આવી હતી. પરંતુ ખીચડી ખાધા પછી વિદ્યાર્થીઓને અચાનક ઉબકા અને ઉલ્ટી આવવા લાગ્યા હતા.
દરમિયાન, ખોરાકી ઝેરની અસરવાળા 10 વિદ્યાર્થીઓને તાત્કાલિક અકોલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ વિદ્યાર્થીઓની હાલત સારી છે. તો બીજી તરફ વાલીઓએ પ્રશાનને આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી કોન્ટ્રાક્ટરોને કડક સજા કરવાની માંગ કરી છે. આ ઘટના અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ હોવાથી પ્રશાસન આ અંગે શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું.
