ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
દેશભરમાં ખાદ્ય પદાર્થની ખરીદી અને વેચાણ કરનારા વેપારીઓ માટે રાહતના સમાચાર છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડસ ઑથૉરિટીએ રજિસ્ટ્રેશન અને લાઇસન્સ માટે મોબાઇલ ઍપને લૉન્ચ કરી છે.
દેશભરમાં ખાદ્ય પદાર્થનાં ખરીદી-વેચાણ કરનારા ઉત્પાદકો, વેપારીઓ તથા વિતરકોને ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન પાસેથી લાઇસન્સ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વાર્ષિક 12 લાખથી ઓછું વેચાણ કરનારાઓ માટે રજિસ્ટ્રેશન તથા એનાથી વધુ વેચાણ કરનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત હોય છે. એમ તો લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની તમામ પ્રક્રિયા પૉર્ટલ પર ઑનલાઇન છે, પરંતુ નાના વેપારીઓ પાસે કૉમ્પ્યુટર ન હોવાથી રજિસ્ટ્રેશન માટે તેઓ ઍપ્લાય કરી શકતા નથી. એથી તેમને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. એથી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડસ ઑથૉરિટીને એક આવેદનપત્ર આપીને ઍપ લૉન્ચ કરવાની માગણી કરી હતી. એથી નાના વેપારીઓને પોતાની દુકાનનું રજિસ્ટ્રેશન કરાવવું સરળ રહે.
સારા સમાચાર: ગરમીથી મળશે આંશિક રાહત, આ તારીખ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદી માહોલની શક્યતા
દેશના 70 ટકા દુકાનદારો પાસે કૉમ્પ્યુટર નથી, પરંતુ તેઓ સ્માર્ટ ફોન વાપરે છે. એટલે ઍપ ડાઉનલોડ કરીને સરળતાથી દુકાનનું રજિસ્ટ્રેશન તેઓ કરી શકે છે એ વાત ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડસ ઑથૉરિટીના ગળે ઉતારવામાં સફળતા મળી હતી. એથી લાઇસન્સ માટે મોબાઇલ ઍપ લૉન્ચ કરવામાં આવી છે.