ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ફરી એકવાર દેશભરમાં ડર ઉભો થયો છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે. જે બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે ક્રિસમસ અને નવા વર્ષને લઈને નવા આદેશ જારી કર્યો છે.
અસલમ શેખે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ક્રિસમસ અને નવા વર્ષ પર કોઈ મોટા કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે નહીં.
સાથે જ તેમણે નાગરિકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા, સામાજિક દુરીનું પાલન કરવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.