Site icon

મુંબઈગરાઓ માટે મોટા સમાચાર ; 5 વર્ષમાં પહેલીવાર, વરસાદ સંબંધિત રોગથી કોઈનું મૃત્યુ નથી થયું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 ઓગસ્ટ 2020

સામાન્ય રીતે જુલાઈમાં ચોમાસા દરમિયાન થતાં લેપ્ટોસ્પાઇરોસિસ જેવા કેસોથી આ વર્ષે એક પણ મૃત્યુ નો કેસ નોંધાયો નથી. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમસી ના ચોપડે નોંધાયેલી આ સૌથી મોટી ઘટના છે. જુલાઈ 2019 માં ચોમાસામાં કુલ 74 કેસો પાણીજન્ય રોગોથી નોંધાયા હતા. જેમાં પાંચનાં મોત થયાં હતાં. જુલાઈ 2018 માં, 101 કેસ અને છ મોત થયા હતા, જ્યારે 2017 માં 59 કેસ અને ત્રણ મૃત્યુ થયા હતા.

 મનપાના એક અધિકારીના જણાવ્યાં મુજબ વરસાદના પાણીથી બેક્ટેરિયાનું સંક્રમણનો ઉભું થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની બીમારીને કારણે મોટા ભાગના લોકો ઘરે જ છે, અને આરોગ્યની પૂરતી કાળજી લઈ રહયાં છે. શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાના કિસ્સાઓ નોંધાયા જરૂર છે. પરંતુ હજી સુધી પાણીજન્ય મોત થયાનું નોંધાયું નથી."

બીએમસીએ જૂન-જુલાઈમાં મેલેરિયાના કેસોમાં વધારો થયા પછી સાર્વજનિક સ્થળોએ સાફ સફાઈ પાર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મનપાએ આપેલી માહિતી મુજબ જૂન મહિનામાં મેલેરિયાના પણ 328 કેસ નોંધાયા હતા. પરંતુ હવે મેલેરિયા પણ કાબુમાં આવી ગયો છે. સારવાર કરી સ્વસ્થ થઈને ગયા છે.” એક જાણીતી હોસ્પિટલ ના નિષ્ણાત ના મતે આ વર્ષે ગેસ્ટ્રોએન્ટેરિટિસના કેસોમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે કારણ કે લોકો મોટાભાગે ઘરનું જ ભોજન અને પાણી લઈ રહ્યા છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version