આરક્ષણની રામાયણ : સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ. હજી કેટલી પેઢી સુધી આરક્ષણ ચાલુ રાખવું છે? વાંચો વિગત…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના મરાઠા સમુદાયને આરક્ષણ ની જરૂર છે. આવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે આરક્ષણની માંગણી કરનાર તમામ લોકોના શાબ્દિક રીતે ઝૂડી નાખ્યા. સુપ્રીમ કોર્ટે જે પ્રશ્ન પૂછ્યા તે નીચે મુજબ છે.

૧. આરક્ષણનો આધાર ૧૯૩૧માં નક્કી કરવામાં આવ્યો હતો. તો પછી હજી તે આધાર કેમ?

૨. હજી કેટલી પેઢી સુધી તમે આરક્ષણ ચાલુ રાખશો?

૩. જે લોકો આરક્ષણનો લાભ લઈને વંચિત સમુદાય માંથી ઉપર આવી ગયા છે તેમને તમે શા માટે આરક્ષણ થી દુર નથી કરતા?

૪. જ્યારે આરક્ષણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાર પછી હાલ ની આબાદી બમણી થઈ ગઈ છે. તો પરિમાણ બદલાઈ ગયા છે.

૫. શું એકેય રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓ નથી?

૬. જો 50 ટકાથી વધુ આરક્ષણ આપવામાં આવે તો તેને કારણે ઉભી થનાર આડ અસર માટે જવાબદાર કોણ?

આમ સુપ્રીમ કોર્ટે એવા અનેક સવાલો પૂછ્યા હતા જેને કારણે યાચિકા કર્તાઓના પગ થથરી ગયા હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More