ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
સીબીએસઈની ધો.૧૨ની સોશિયોલોજી વિષયની પરીક્ષામાં એમસીક્યુનો એક પ્રશ્ન એવો પુછવામા આવ્યો હતો કે ૨૦૦૨માં હિન્દુ-મુસ્લીમ રમખામણો સમયે ગુજરાતમાં કઈ પાર્ટીનું શાસન હતું ? આ પ્રશ્નમાં કોંગ્રેસ ,ભાજપ, ડેમોક્રેટિક કે રિપબ્લિકન સહિતના ચાર વિકલ્પો પણ આપવામા આવ્યા હતા. ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ-રમખાણોની ઘટના કઈ પાર્ટીના શાસનમાં થયા તે અંગેનો કોર્સને અનુરૂપ પ્રશ્ન ન હોવાને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. આ બાબત સીબીએસઈના ધ્યાને પણ આવી હતી અને સીબીએસઈ ભૂલ થઈ હોવાનુ સ્વીકાર્યુ હતુ અને આ પરીક્ષામાં પેપર સેટ કરનાર જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાની ખાત્રી પણ આપી હતી. સીબીએસઈના પેપર સેટર માટેની ગાઈડલાઈન મુજબ પ્રશ્ન સંપૂર્ણપણે શૈક્ષણિક આધાર પરનો હોવોનો જાેઈએ અને કોઈ પણ ધર્મ કે જાતિ આધારિત કે કોઈ સમાજને સ્પર્શતો ન હોવો જાેઈએ.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હાલ ધો.૧૨ની ટર્મ-૧ની એક્ઝામ ચાલી રહી છે.જેમાં આજે સોશિયલોજી વિષયની પરીક્ષામાં એમસીક્યુના પ્રશ્નોમાં ગોધરાકાંડ અંગેનો એક પ્રશ્નો પુછાયો હતો.જેને લઈને ભારે વિવાદ ઉભો થયો છે અને આ બાબતે સીબીએસઈએ પણ ભૂલ સ્વીકારતા જવાબદાર સામે પગલા લેવાની ખાત્રી આપી છે.