ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
અયોધ્યા
31 જુલાઈ 2020
મુંબઈમાં કોરોનાને કારણે પાલિકા દ્વારા જાહેર કરાયેલ પ્રતિબંધિત વિસ્તારો અને સીલ કરેલા ઇમારતોમાં ગણેશોત્સવની ઉજવણીની પરવાનગી આપવામાં આવી છે, તેમ છતાં આ સ્થાનની મૂર્તિઓનું વિસર્જન કન્ટેન્ટ ઝોનની અંદર જ કરવું પડશે. દરિયા કે નદી કિનારે લઈ જઈ શકાશે નહીં. આવા સ્થળોના લોકોને પાલિકાએ સૂચના આપી છે કે "ઘરેલું મૂર્તિઓનું વિસર્જન મોટી ડોલમાં અથવા નજીકમાં બનેલાં કન્ટેન્ટમેન્ટ ઝોન માં જ કરવામાં આવે."
જો કે, આવા સ્થળોએ ગણેશોત્સવની ઉજવણી કરતી વખતે, તમામ સાવચેતીનાં પગલાંનું કડકપણે પાલન કરવું પડશે. મુંબઈમાં જાહેર ગણેશોત્સવ મંડળો પણ બે ફૂટથઈ વધુ ઊંચાઈની મૂર્તિ સ્થાપિત કરી શકાશે નહીં. આગમન અને વિસર્જન વેળા સરઘસો કાઢી શકાશે નહીં. થોડી થોડી વારે ઘર, મંડપમાં સેનિટાઈઝ કરવું પડશે.
નોંધનીય વાત છે કે આ વર્ષે કોરોનાની અસરને લઈ ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. બીએમસી એ 20 જુલાઈથી મંડળોને મંજુરી સાપવાની શરૂ કરી છે પરંતુ પાલિકાને 30 ઓગસ્ટ સુધીમાં ફક્ત 761 અરજીઓ જ મળી છે. જેમાંથી પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 306 સાર્વજનિક મંડળોને મંજૂરી આપવામાં આવી છે. નિયમોનું પાલન ન કરવા માટે પાલિકાએ 39 અરજીઓ નામંજૂર કરી છે.. દરમિયાન, મુંબઈમાં લગભગ 12,000 જાહેર ગણેશોત્સવ મંડળો છે, જેમાંથી 2,700 મંડળો ખુલ્લી જગ્યામાં, રસ્તાની બાજુમાં મંડપ પાડીને મૂર્તિ સ્થાપના કરનાર છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com